Posted: 16 Sep 2012 01:56 AM PDT
16-Sep is his birthday. He was born on 16-Sep-1953 and passed away on 06-April-2003Late Dr. Arvind Macwan |
સ્વ.
શ્રી ડૉ. અરવિંદ મેકવાનનો જન્મ તા 16-09-1953 ના રોજ સાવલી તાલુકાના
ટુંડાવ ગામે થયો હતો. સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદમાં અભ્યાસ બાદ એમ. એ
ની પદવી વડોદરામાં આવેલ એમ. એસ. યુનિ. માંથી મેળવી ત્યાજ વ્યાખ્યાતાની
વરણી પામ્યા હતા. 2003માં તેમના અકાળ મૃત્યુથી પડેલ ઊંડી ખોટ
સંસ્કારી સંગીતની અને શિક્ષણની દુનીયામાં હમેશા સાલતી રહેશે.
તેમના જીવનકાળ દરમ્યાન તેઓ યુવાનો માટે મોડલરૂપ બન્યા તો ઘણાને આર્થિક મદદ કરી પગભેર કર્યા. તેમણે ગુજરાતની ધર્મસભામાં અસંખ્ય ભજનો તથા સ્વર રચનાઓ આપી ઉત્તમ ફાળો આપ્યો છે. ભજનો જેવા કે, "તવ કરુણાનું ગીત પ્રભુજી...", "પળે પળે કરીશ હું તો પ્રભુજીના ગાન...", "હે મુજ, ઈશ્વર શીદ તરછોડી દીધો...", "મુજ હે બાળક સાંભળ વચન..." અને ખાસ તો તેમના સ્વરમાં ગવાયેલ " ઓ દિલ ઈસુના પ્રેમાળ આશિષ આપજે તું આ વાર" આ અમુલ્ય ભજનો હજી આજે પણ ખ્રિસ્તયજ્ઞમાં, સાંજની સમુહ પ્રાર્થનાઓમાં એમ પ્રસંગોપાત ગવાતા રહ્યા છે. આ ભજનો જયારે ગાતા-ગવાતા અને સાંભળવા મળે ત્યારે સ્વ. શ્રી ડૉ. અરવિંદ મેકવાનની યાદ તાજી થઇ જાય છે.
આજે તેમના જન્મ દિવસ ટાણે આવો,તેમને શ્રધાંજલિ અર્પીએ
c/o BBN (Bhumel Broadcast News)
No comments:
Post a Comment